Mari Golden Pen

6/recent/ticker-posts

Header Ads Widget

Responsive Advertisement

દિકરી એટલે












                દિકરી એટલે શું ?

    

કેટલું મુશકેલ છે .


કોઈ દિકરીને પુછજો દિકરી થઇ રેવું કેટલું મુશ્કેલ છે .

વધારે નહી થોડી   સમજવાની કોશિષ કરજો

સહનશીલતા  કેળવવી કેટલી મુશ્કેલ છે .

સમજ્યા હોય તો આઝાદી જરૂર આપજો

ખુલ્લા આકાશમાં ઉડાન કેટલી મુશ્કેલ છે .

બહુ ઓછા લોકો માન આપે છે તેમને

આબરુ મેળવવી કેટલી મુશ્કેલ છે .

ના દિવસ જોવે છે ના રાત જોવે છે

પરિવાર જાળવી રાખવો કેટલું મુશ્કેલ છે .

કોઈ દીકરીને પુછજો દીકરી થઇ રેવું કેટલું મુશ્કેલ છે .

   

દિકરી એટલે .


દિકરી એટલે ફાનસમાં ચાલતો એવો દીવો

કે જ્યાં જાય ત્યાં અજવાળું જ ફેલાયેલું રહે .

દિકરી એટલે ઝાંઝરનો એવો ઝણકાર

કે જ્યાં જાય ત્યાં સંગીત ગુંજતું રહે .

દિકરી એટલે કુમકુમનો એવો સાથિયો

કે જ્યાં દોરવામાં આવે તે સ્થળ પવિત્ર રહે .

દિકરી એટલે એવું અદભૂત સ્મિત

કે જેને જોઈ બાપની ખુશી છલકતી રહે .  

 

 

દિકરી એટલે માં ના ખોળામાં છુપાયેલી નાની ઢીંગલી

દિકરી એટલે બાપની છાતી પર ભાખોડિયા ભરતી નાની ઢીંગલી

દિકરી એટલે બહેન સાથે રમતી રિષાતી નાની ઢીંગલી

દિકરી એટલે ભાઈ સાથે વારે વારે ગઝડતી નાની ઢીંગલી

દિકરી એટલે દાદાની લાડલી નાની ઢીંગલી

દિકરી એટલે દાદીની આંખોમાં હરખાતી નાની ઢીંગલી

 


દિકરી એટલે નવરાત્રીનો ઝણકાર

દિકરી એટલે ધર આંગણાની રંગોળી

દિકરી એટલે રસોડાની સજાવટ

દિકરી એટલે વાસણની ઢગલી

દિકરી એટલે કીમતી સોનાનું આભુષણ

દિકરી એટલે કુદરતનું ખીલેલું ફૂલ

દિકરી એટલે ઓરડામાં ફેલાયેલી સુવાસ

દિકરી એટલે સહનશક્તિનો મજબુત ભાગ

દિકરી એટલે ભીની લાગણીઓનો મીઠો અહેસાસ

દિકરી એટલે લોહને પણ પીગળવાની જાદુઈ ચાવી

 

 

 


 

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ