Mari Golden Pen

6/recent/ticker-posts

Header Ads Widget

Responsive Advertisement

શું વાણીથી જીવનમાં સુખની પ્રાપ્તિ થાય ? તો હા જરૂર થાય .




શું વાણીથી જીવનમાં સુખની પ્રાપ્તિ થાય ? તો હા જરૂર થાય ?

        ઘણા લોકો પોતાના પોતાના જીવનમાં દુ:ખી જોવા મળતા હોય છે .

તેનું કારણ છે , તેમની બોલવાની રીત . લોકો તેમની તોછડી વાણીથી

, તેમની ગમેતેમ બોલવાની રીતથી , સમય જોયા બોલબોલ કરવાની રીતથી ,

સ્ટેજ પર કે પર્સનલી કેવી રીતે બોલવું એ રીતથી વગે વગેરે કારણથી લોકો

પોતાના જીવનમાં દુ:ખની અનુભૂતિ કરતા હોય છે . તેનું કારણ તમે પોતે જ છો .

જો તમારે પોતણું જીવન સુખમય બનવું હોય તો પહેલા તો તમે પોતે પોતાની

વાણી પર સંયમ રાખતા શીખવું પડશે . ગમે તેમ ગમે તે જગ્યાએ શું બોલવું તેનું

ધ્યાન રાખવું પડશે . સમય જોઇને બોલતા શીખવું પડશે . કોના જોડે શું વાત કરવી

અને કેવી રીતે કરવી એ બધું જ ગમે કે ના ગમે કરવું પડશે , જો તમારા જીવનને

સુખમય પરિસ્થિતિમાં જોવું હોય તો બાકી તમે પોતે સમજદાર છો .

          જીવનને સુખમય કરવું હોય તો આટલુ યાદ જરૂર રાખો .

૧ )     તમે જે શબ્દો બોલો છો તે સાફ અને સમજાય તેવા હોવા જોઈએ .

૨ )     અવાજનું એક લેવલ હોવું જોઈએ . એટલે કે ( ના ઉંચો અવાજ કે ના ધીમો અવાજ 

        મધ્યમ કક્ષાનો હોવો જોઈએ .

૩ )     વાણી મીઠી અને મધુર હોવી જોઈએ . જેથી લોકોને સાંભળવાનું મન થાય .

૪ )    બોલતી વખતે તમારો ચહેરાનો હાવભાવ બદલાતો રહેવો જોઈએ . એટલે કે

        (  બોડીલેન્ગ્વેજ એવી હોવી જોઈએ કે તમારો સારો પ્રભાવ પડે .

          હવે ઉપર આપેલા મુદ્દાઓને વિગતવાર સમજીએ .

૧ )      તમે જે શબ્દો બોલો છો તે સાફ અને સમજાય તેવા હોવા જોઈએ .

                    ધણા લોકો સમય વગર ધણુંબધું બોલ બોલ કરતા હોય છે . પણ તેમની         

    વાણી સાફઅને સમજાય એવી ના હોવાથી લોકો તેમની વાતો સાંભળવાનું પસંદ કરતા નથી .

          અને તેમની પાછળ તેમની વાતો કરે છે . અને અમુક લોકો તો તેમની આગળ   (સામે) કેપાછળ હસી ઉડાવે છે .

                    તમે જે કંઈ બોલો સાફ અને સમજાય એવું બોલશો તો સામેવાળાને વાતો  સાંભળવાનું ગમશે .

          તમારી પાસે સામે ચાલીને આવશે , તમારી વાતો સંભાળવા . તમે જે કંઈ બોલો  છો તે સાદી રીતે બોલો

          એટલે કે સાદી ભાષામાં બોલશો તો સામેવાળાને સરખી રીતે સમજાશે . તો તે વધુ   તમારાથી જોડાયેલો
           રહેશે . અને કોઈ પણ વાતનું નિરાકરણ લાવવા માટે પણ તમારા પાસે આવશે ,              
           કારણ કે તમારી સમજવાની

          રીત એમને માટે સરળ છે . તમારી બોલેલા શબ્દો તે વધુ સારી રીતે સમજી શકે છે .

                   માટે તમે જે કંઈ બોલો તે હંમેશા સાફ અને સમજાય તેવું બોલો .

         ૨ )     અવાજનું એક લેવલ હોવું જોઈએ . એટલે કે ( ના ઉંચો અવાજ કે ના ધીમો અવાજ 

        મધ્યમ કક્ષાનો હોવો જોઈએ .

સામાન્ય રીતે અમુક લોકોના અવાજ એટલા તો ઊંચા હોય છે કે તેઓં ઘરમાં ફોન પર વાત કરતા હોય છે તો પણ આપડાને એવું લાગે આ લોકો આખો દિવસ ગઝડ્યા જ કરે છે . એ લોકો બોલતા હોય છે

તો અમુક તેમની આસપાસ ઉભેલા લોકો , તેમની પાસેથી પસાર થતા લોકો તેમના ઊંચા આવાજથી ડરી જતા હોય છે . અમુક તો એટલા હદ સુધી ડરી જતા હોય છે કે તેમના હાથમાં જે કઈ વસ્તુ હોય કે જે કઈ કામ કરતા હોય તે તેમના હાથમાંથી છૂટી જ જાય છે .

આ વાત હતી ઊંચા અવાજવાળા લોકોથી બનતી સમાજમાં બનતી ધટના .

અમુક લોકો એવું તો ધીમું ધીમું બોલે છે ને તે બે ધડી તો ખુદને પણ આવાજ ના સંભળાય એટલે કે

પોતાની બાજુમાં ઉભેલા લોકોને પણ ના સંભળાય . ધણી વખત સમાજમાં એવી પણ ધટના ધટતી

હોય છે કે પોતાની કોઈ કીમતી વસ્તુ કોઈ ચોર ઝૂંટાવીને કાલી જાય તો પણ તે કશું કરી શકતો નથી .

કારણ કે તેનો અવાજ જ એટલો તો ખૂલતો નથી  કે તે જોરથી બુમો પડી શકે . તમે પોતે વિચાર કરો જે વાણી તમારી પાસે ઉભેલા લોકોને નથી સંભાળતી તો લોકોને ક્યાંથી સંભાળવાની . તો સ્વભાવિક છે કે

તમારી વસ્તુ ચોર કરીને લઇ જાય અને તમે બુમો પડતા રહી જાઓ અને કોઈને સંભળાય જ નહિ તો કેવો માહોલ ઉભો થાય , એ તો તમે પોતે જનો જ છો , તમે પોતે જ સમજદાર છો .

એક સારા વ્યક્ત માટે અવાજનું સારું એવું લેવલ હોવું જોઈએ . ના ઉંચો અવાજ હોવો જોઈએ કે ના

નીચો અવાજ હોવો જોઈએ માત્ર ને માત્ર મધ્યમ કક્ષાનો અવાજ હોવો જોઈએ . જેથી લોકોને સાંભળવાનું મન થાય તમારી વાતો .

       ૩ )      વાણી મીઠી અને મધુર હોવી જોઈએ . જેથી લોકોને સાંભળવાનું મન થાય .

            તમારી વાણી મધુર અને મીઠી હશે તો જ લોકોને ગમશે . બાકી તોછડીવાણી                 

            કોઈને  નહી ગમે . તોછડી વાણી જો તમારી હશે તો તમારી જોડે જે વ્યકતી જોડાયેલા હશે તે પણ દુર            થઇ જશે .

          જે હશે એ પણ દુર ભાગવા લાગશે . જે તમારી નજીક નથી એ તો તમારી નજર તરફ ફરકવાના પણ નથી .

          તેનું કારણ છે તમારી પોતાની વાણી . તમારી વાણીમાં મધુરતા હશે તો લોકો  તમારી સાથે જોડાયેલા રહેશે .

          પછી એમને તમે ઓળખતા હોય કે ના હોય તો પણ તે લોકો તમારી સાથે  જોડાયેલા રહેશે .તમે ઈચ્છો કે

          ના ઈચ્છો તો પણ તે લોકો તમારી પાસે તમારી બાજુ ફરકતા જ રહેશે . તેનું     મુખ્ય કારણ છે , તમારી વાણીનો પ્રભાવ . તેઓ તમારી જોડે અકષિત જ રહેશે .

ગુરુઓં કે ઋશિમુનિઓ ની જ વાત કરીએ . તેમની વાણીમાં કેટલી મધુરતા હોય છે , આપણને કેવું તેમનું

પ્રવચન સંભાળવું ગમે છે . તેનું કારણ છે વાણીમાં મધુરતા . એટલે તો કહેવામાં આવ્યુ છે કે જો તમારી વાણીમાં મધુરતા હશે તો માણસ નાનો હોય કે મોટો એ તમારાથી પ્રભાવિત જ રહેશે . અને તમારો જે કોઈ પણ હોદ્દો હોય તેમાં પણ તમારી વાણીથી બઢોતરી થશે . અને હરકોઈ તમને માંથી તેમજ આદરથી બોલાવશે .

         ૪ )    બોલતી વખતે તમારો ચહેરાનો હાવભાવ બદલાતો રહેવો જોઈએ . એટલે કે

        (  બોડીલેન્ગ્વેજ એવી હોવી જોઈએ કે તમારો સારો પ્રભાવ પડે .

        બોલતીવેળાએ તમારો હાવભાવ પણ જોવામાં આવે છે . એટલે કે તમારો ચેરનો હાવભાવ , તમારી  

બોડીલેન્ગ્વેજ   પણ મહત્વની ભૂમકા ભજવે છે . ધારો કે

        તમે કોઈ મોટા સ્ટેજ પર બોલતા હોવ અને તમે બોલતો વેળાએ આમતેમ જોયા કરો ને સ્ટેજ સામે

બેઠેલા લોકો સામે ના જોવો તો સ્વભાવિક છે લોકો તમારી વાતો કે તમારું પ્રવચન કોઈ નહી સાંભળે . માટે તમે જે બોલો તે લોકોની આંખોમાં આંખો મિલાવીને બોલો . જેથી એમની નજર પણ બીજે કશે ના જાય સમ્પૂર્ણ ધ્યાન બસ તમારી ઉપર જ રાખે , એટલે કે તમારી વાતો ધ્યાનથી સાંભળે . શોર્ટમાં કહીએ તોઆઈકોન્ટેક્ટ હોવો જરૂરી છે .  સાદી ભાષામાં સમજીએ તો કોઈ એક ટીચર તેમના વિદ્યાર્થીઓને ભણાવતી વખતે જે રીતથી આઈકોન્ટેક્ટ રાખે છે તેવી રીતે . એટલે તેઓ બીજા કોઈ કર્યો કરી ના શકે . એટલે કે સ્ટડી સિવાય તેનું ધ્યાન બીજા ક્ષમા લાગે નહી . અને નજર પણ રહે છે કે તેઓ શારીરિક રીતે તો હાજર છે પણ માનસિક રીતે તો હાજર છે ને .

          એવી રીતે સ્ટેજ પર બોલતી વખતે આઈકોન્ટેક્ટ રાખવો જરૂરી બની જાય છે . જેથી લોકો તમારી વાતને સારી રીતે સમજે અને તેમનું સમ્પૂર્ણ ધ્યાન બસ તમારી ઉપર જ રહે .

          હવે વાત કરીએ તમારા હાવભાવની .

બોલતી વખતે તમારા હાવભાવ પ્રભાવશાળી હશે તો લોકો તમારાથી પ્રભાવિત તો થવાના જ છે , એ તો નક્કી જ છે . જેમ કે ચહેરાના હાવભાવ , અમુક શબ્દો બોલતી વખતે હાથ અને આંખોના હાવભાવ . વગેરે

વગેરે . બીજું છે જયારે તમે બોલતા હોવ ત્યારે તમારામાં કોન્ફીડંસ હોવો જરૂરી છે . જો આ ના હોય તો બોલતી વખતે તમે ડરી જશો , ધભરાઈ જશો તેના લીધે તમારા હાથ અને પગ બંન્ને ધ્રુજશે . અને તેથી બોલવામાં સરખું ધ્યાન નહિ આપી શકો . એટલે બોલતીવેળાએ તમારામાં કોન્ફિડન્સ હોવો જરૂરી છે .

          તો આ થઇ મુખ્ય કાર મુદ્દાઓ જે તમને જીવનમાં સુખની પ્રાપ્તિ થશે . અને તમને આગળ આવતા કોઈ નહી રોકી શકે . અહી બીજા પણ અનેક મુદ્દાઓ છે જેથી તમે તમારામાં પરિવર્તન લાવી શકો છો . જેમ કે

Ø  પોતાનો જ અવાજ પોતાના ફોનમાં રેકોર્ડ કરવાનું ચાલુ કરી દો અને ધ્યાનપૂર્વક સાંભળો કે કોઈ ખામી તો નથી ને . બીજું તમારો અવાજ કેવો છે , જો તમારો અવાજ તમને જ નહી ગમે તો બીજાને ક્યાંથી ગમવાનો . માટે અવાજ સારો કરવા માટે વધુ ને વધુ સારા એવા તમને ગમે એવા સોંગ ગાવાનું શરુ કરી ડો કે પછી તમને એ ના ગમે તો કોઈ સારા એવા વ્યકતી સાથે ફોન પર કે રૂબરૂ માત્ર ને માત્ર ૩૦ મિનીટ સુધી વાતો કરવાનું ચાલુ કરી દો .  આવું સળંગ ૧ મહિનો કરો જરૂરથી તમારા અવાજમાં બદલાવ આવશે .

Ø  એક સારા વ્યકતા બનવા માટે ખાસ શબ્દોનું જ્ઞાન હોવું જરૂરી છે . કારણ કે જો તમે નીતનીયમ નવા નવા શબ્દો લાવશો તો પણ લોકો તમારાથી પ્રભાવિત થશે . અને રોજ નવા નવા શબ્દો લેવા માટે તમારે એક તો પુસ્તક વાંચવું જરૂરી છે . જેથી તમારામાં

Ø  શબ્દોની હારમાળા સર્જાશે .

બીજું છે કે

Ø  તમે કેવા પ્રકારના વ્યક્તિ છો એ તમારી વાણી પરથી નક્કી થાય છે . એટલે ગમે ત્યાં અને ગમે તેની જોડે સમય જોયા વિના ના બોલવું .

Ø  એક સારો વ્યકતા પહેલા બીજાનું સંભાળશે અને પછી જ પોતાની વાત રજુ કરશે . જેથી વ્યકતા પોતાની વાત સારી રીતે રજુ કરી શકે . અને વાત સહેલાઈથી રજુ કરી શકે . જો તમે સામેવાળાની વાત સાંભળ્યા વગર બસ તમે તમારું જ ગાણું ગાશો તો એ વ્યક્તિ તમારી સલાહ લેવા નહી આવે અને કોઈ દિવસ એને તમારી વાતમાં રસ હશે .

Ø  એક સારા વ્યકતા માટે ખાસ મહત્વનું એ છે કે તમારે સામેવાળાને સમજવાનો છે . તેને કઈ વાતમાં રસ છે એ કઈ વાત તમારી પાસે સાંભળવા માંગે છે એ ખાસ જાણવું જરૂરી છે . એને સમજ્યા વગર જ તમે તમારી વાત સીધી રજુ કરશો તો નહી ચાલે . અને ગાડી બીજા પાટા પર ચડી જશે પેલા સામેવાળાની . એટલે જેમ બને તેમ જલ્દી સામેવાળાને સમજવાનો પ્રયાસ કરો .

Ø  એક સારા વ્ય્ક્તા માટે મહત્વનું એ પણ છે કે તેને હંમેશા શીખતા રહેવું જોઈએ . કોઈ દિવસ શીખવાનું બંધ ના કરવું જોઈએ . એવું નહી કે શીખવાનું મોટા જોડેથી જ મળે છે એ ભૂલ ક્યારેય ના કરતા . નાના વ્યક્તિ પાસેથી પણ શીખવા મળે છે . બસ તમને એ ઓળખવાનું છે કે તમારે એનામાંથી શું શીખવા જેવું છે . બસ આટલી વાતો ધ્યાનમાં રાખશો તો કડી જીવનમાં નિરાશ નહી થાઓ . હર દમ હર પળે તમે પોતાના જીવનમાં આગળ વધતા રહેશો .

જો તમને મારા શબ્દોથી કંઈ પણ શીખ્યા હોય તો આ મારા અમુલ્ય શબ્દો લોકો સુધી પહોચાડશો એવી આશા રાખું છું .

મારી ગોલ્ડેન પેન

                                         

                  

                                       

           




                                        

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ