મારે કોઈ એન્જલ નથી જોઈતી .
શું થયું બેટા ! છોકરી જોવા ગયો તો તે . શું તને ગમી ? નિહાર જેવો ઘરની અંદર
આવ્યો એવું જ સીધું પૂછી નાખ્યું . તેની મમ્મી રેમાંબેનથી ના રહેવાયું . બોલને બેટા ગમી
. હા કે ના તો બોલ . મમ્મી તને ગમી . હા તો કેટલી સુંદર છે , પરી જેવી લાગે છે . તો
તું જ પરણી જા . નિહાર હસતા હસતા બોલ્યો . રેમાંબેનને હવે ગુસ્સો આવવા લાગ્યો .
અને કહી દીધું આ તને હું અગિયારમી છોકરી બતાઉ છું . શું ખામી છે એનામાં એક તો
ખામી બતાવ તું . ખામી કઈ નથી . સારી જ છે પણ .....
તું દર વખતે
છોકરી જોઇને આવે છે અને સારી બોલીને એમ જ કહે છે , પણ ...
આ પણનો હું અર્થ શું સમજુ . મેં તને પહેલા જ દિવસથી કહી રાખ્યું છે કે તું કોઈને પ્રેમ તો
નથી કરતો ને . કરતો હોય તો હજુ વાર નથી થઇ તારું સગપણ કરાવી દઉં બસ . હવે તો
સમાજના લોકો પણ અમારી સામે જોઇને એમ પૂછે છે તમારા દીકરાનું ગોઠવ્યું કે નહિ .
દર વખતે અમારે શું જવાબ આપવો . તો બોલ કહી દે હવે .
નિહારે હસતા હસતા તેની મમ્મીની સામે જોયું . અરે .. મમ્મી હોત તો તને કહી ના
દીધું હોય . તું જે મને છોકરી બતાવે છે એ બધી સારી જ છે પણ મને જેવી જોવે છે
એમની કોઈ એવી નથી , તો હું હા કેવી રીતે પાડી દઉં . તમે મને આટલો બધો સમજદાર
બનાવ્યો , ભણાવ્યો તો હું આખી જીદગી જેના જોડે રહેવાનો છું એને આવી રીતે એક્સેપ્ટ
કેવી રીતે કરી દઉં . અત્યાર સુધી મારી સામે જે જે છોક્રીઓં પેશ થઇ એ બધી સજી ધજેલી
હતી . પાવડર અને લીપસ્ટીકની દુકાન હતી . આખી જીદગી તો એ સજી ધજેલી થોડી
રેવાની છે . મારે તો બસ સાદગી ભરેલી છોકરી જોવે . સ્વતંત્ર વિચાર ધરાવતી હોય
અથવા તો તેને કેટલી સ્વતત્રતા જોવે છે એવી કોઈ . જે સમજદાર હોય અને મને પણ
સમજી શકે . ઓકે હવે સમજી વાલી મમ્મી . હવે તું તારી રીતે જ જો અને ગમે
તો કહી દે જે .
નિહાર જેવા છોકરાઓ જે અન્ફોચ્યુંનેટલી સમજદાર બનતા ગયા છે . આવા
છોકરાઓની સંખ્યા વધતી જ જાય છે . એમને શરમાતી , સંકોચાતી છોકરી જોડે લગ્ન
કરવા જ નથી . રોજ સજેલી તૈયાર થયેલી છોકરી તો સામે બેસી નથી રેવાની . એમને
બસ સીધી સાદી સમજદાર છોકરી જોવે છે . પોતે પણ સ્વતત્ર રહી જીવી શકે કોઈ દબાણ
વગર અને એમને પણ સમજી શકે . અમ અમુક છોકરીઓ પણ શું કરે .પોતાના માંતા –
પિતાના કહ્યા પ્રમાણે સારી એવી તૈયાર થઈને પેશ થઇ જાય છે . જાણે કોઈ તે વસ્તુ ના
હોય . આવું બધું દબાણ હોય કે મજબૂરી હોય મૂળ શોષવાનું તો છોકરીઓને જ ! આવા
લોકોની પણ સંખ્યા
ઓછી તો નથી જ .
લગ્ન એ એકબીજા આખું જીવન સાથે રેવાનો રીવાજ છે . આખું જીવન જેની સાથે
રેવાનું છે તેને દશ મીનીટની મીટીંગ ફિક્સ કરી સુંદરતા જોઈ થોડી હા પડી દેવાય .
આજકાલના છોકરાઓ આ બાબતે સભાન બન્યા છે . તેને છોકરીની સુંદરતા નહી
સમજદારી જોવે છે . જેવી રીતે તે કેટલી સ્વતત્રતા આપી શકે તેમ છે . અથવા તો તેને
કેટલી સ્વતત્રતા આપી શકશે . પોતે કેટલી સ્વતત્રતા પ્રાપ્ત કરવા ઈચ્છે છે વગેરે વગેરે .
પહેલા તો પચાસ વર્ષ પહેલા છોકરીઓનું જેમતેમ ગોઠવાઈ જાય એવો હાશકારો લેતા હતા . છોકરો શું કરે છે . પોતાનું ઘર છે કે નહી એ મુખ્ય બાબતો ગણાતી . હજુ પણ અમુક
ગામડાઓમાં આ બધું જોવામાં આવે છે . સંયુક્ત કુટુંબમાં જ દીકરી જવી જોઈએ . એવું
જોવામાં આવતું . છોકરો એકલો પરદેશ રહેતો હોય ત્યાં પરણાવી કે ના પરણાવી એવી
વિચારના એક ય બીજી રીતે ચાલતી રહેતી . ગુજરાતી એક ફિલ્મ છે “ દેશ રે જોયા દાદા
પરદેશ જોયા ” એમાં આ જ બતાવવામાં આવ્યું છે . પહેલા લગ્ન પહેલાના શારીરિક
સબંધો પાપ કહેવાતું . ધણી એવી
હિન્દી ફિલ્મોમાં બતાવવામાં આવેલું છે . પણ આજકાલની ફિલ્મોમાં તો લગ્ન પહેલાના સેક્સ
સબંધો એવી સહજતાથી દર્શાવામાં આવે છે .
આજકાલના લગ્ન સબંધોમાં જવાબદારી , કેરીંગ , સ્નેહ અને સમજદારી ના હોય
એવા સબંધો કોઈને ગમતા નથી . આવા ગુણોને પ્રથમ સ્થાન આપવામાં આવે છે .
મોટાભાગના લોકો એ સમજતા ગયા છે કે શારીરિક આકર્ષણ થોડા સમય માટે જ ઉભરો
લાવીને ઠરી જશે પણ સમજદારી ભરેલા સબંધો આખું જીવન સાથ આપશે . તેમનું આખું
જીવન મીઠાસભર્યું રહે .
એક સમય એવો પણ હતો જયારે લગ્ન લગ્નો માતા – પિતાની મરજી મુજબ
થતા . એક સમય એવો પણ હતો જયારે લવમેરેજ માં લોકો સો ટકા નિષ્ફળ જ જાય છે
એવો પણ વર્ગ હતો . અને એક આજનો વર્ગ છે જે પોતાની ભાવી પત્ની સાથે અમુક સમય
વિતાવીને પછી જ લગ્ન કરે છે . જેથી લગ્નમાં જોડાયા પહેલા એકબીજા પોતાને એકવાર
સમજી લે . ગામડામાં હજુ આવું નથી તો પણ હાલના સમયમાં મોબાઈલનો સહારો લઈને
એકબીજા ચોરી છુપીથી તો બહાર કોઈ જગ્યાએ મળતા જ હોય છે . ટૂંકી રીતે જો સમજવા
જઈએ તો એટલું જ કે બે લોકો એકબીજાને ઓળખે , વર્તનથી માંડીને તેના વિચારો કેવા
પ્રકારના છે , આગળ શું
કરવાની ઈચ્છા ધરાવો છો વગેરે વગેરે .
એટલે તો ધણા પુરુષોનું
માનવું છે કે મારે કોઈ એન્જલ નથી જોઈતી .
બસ કોઈ એવું મળે કે સમજી
શકે .
0 टिप्पणियाँ