દુનિયાથી ભૂલો પડ્યો
પામવા ગયો પ્રેમ
જાતથી ભૂલો પડ્યો
ચાલવાની ઝંખના હતી
માર્ગમાં મારગ
ભૂલો પડ્યો .
કર્યો હતો પ્રેમ તો
થોડી મળવાની ઝંખના હતી
જીવવાની ધણીએ ઈચ્છા
હતી પણ શ્વાસ ઓંછો પડ્યો
બે ચાર પ્રસંગ માં
હસતું મો રાખવાનો શેનો ભાર છે .
અહી લોકોની ભીડમાં આંસુ
છુપાવતા છુપાવતા હું જ ભૂલો પડ્યો .
બંનેમાં બસ એક જ
સ્વાર્થ છે કે નિસ્વાર્થ છે .
બસ આટલું સમજતા
સમજતા હું દુનિયાથી ભૂલો પડ્યો .
0 टिप्पणियाँ